Posted by admin on 2025-04-22 07:40:15 | Last Updated by admin on 2025-04-24 14:56:54
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17
ગુજરાત સોસાયટી એક્ટ ની કલમ નંબર૨૮ ક માં સભ્યોની ફરજો બતાવી છે તે મુજબ
સભ્યોએ સમાન્ય સભાની બેઠક માં હાજર રહેવું
સામાન્ય સભાએ પસાર કરેલ ઠરાવ ઉપર મતદાન કરવું
જો સભ્ય પાંચ વર્ષની મુદત દરમ્યાન ઓછામાં ઓછી બે સામાન્ય સભાની બેઠકમાં ગેરહાજર રહેતો જિલ્લારજીસ્ટ્રાર તેને સભ્ય પદેથી દુર કરી શકે છે .
નિયમ ૨૦ મુજબ સભ્યોને સોસાયટી ના ચોપડા જોવાનો અધિકાર આપેલ છે
૩૩ (૧) મુજબ કોઈ પણ સભ્ય સોસાયટી પાસેથી ઠરાવેલ ફી ભરી સોસાયટીના કબજામાં રહેલ કોઈ પણ દસ્તાવેજ મેળવી શકે છે
મંડળી નો દરેક સભ્ય કામ કાજ ના સમય દરમિયાન અથવા ચોપડા જોવાના હેતુ માટે મંડળી એ નક્કી કરેલા સમયે મંડળીનીઓફિસમાં કાયદાની નકલ ,નિયમો અને ઉપનિયમો ,ઓડીટ કરેલું પાકું સરવૈયું નફા તોટાનો હિસાબ સમિતિના સભ્યોની યાદી ,સભ્યોનું રજીસ્ટર સામાન્ય સભાઓની કાર્ય નોધ અને ચોપડા તેમજ દફતરોનો જે ભાગમાં મંડળીની તેની સાથેની લેવડ દેવડૉ નોધવામાં આવી હોય તે ભાગો વિના મુલ્યે જોવાનો હકદાર છે.
૨૦૦ શબ્દો માટે ૨૫ પૈસા ફી ભરવાની હોય છે.
પછીના દરેક વધારાના ૧૦૦ શબ્દો માટે ૧૫ પૈસા ફી ભરવાની હોય છે.