Posted by champabhai on 2025-04-24 07:57:43 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 7
દરેક મંડળીએ કાયદા મુજબ જોગવાઈ કર્યા પ્રમાણે ના કામકાજનું સંચાલન કરવા માટે નાણાકીય વર્ષ પૂરું થયાના ૬ મહિનાની અંદર પોતાના સભ્યોની સમાન્ય સભા બોલાવવી જોઈએ .
જો ૬ મહિનાની અંદર મંડળી સામાન્ય સભા બોલાવે નહિ તો મુદત ની અંદર રજીસ્ટ્રાર અથવા તેમના દ્વારા તે અર્થે અધિકૃત કરવામાં આવેલી કોઈ વ્યક્તિ ઠરાવેલી રીતે સમાન્ય સભા બોલાવી શકશે જે મંડળીએ યોગ્ય રીતે બોલાવેલી સામાન્ય સભા હોવાનું ગણાશે .
મંડળીએ સામાન્ય સભામાં રજીસ્ટ્રારે ખાસ હુકમથી થાર્વેલી રીતે વર્ષ માટેનું પાકું સરવૈયું અને નફા તોટાનો હિસાબ સમાન્ય સભા સમક્ષ મુકવો જોઇશે .
મંડળીના કામકાજની સ્થિતિ
જે રકમો તે અવ સરવૈયા માં અથવા કોઈ ખાસ સરવૈયામાં કોઈ અનામત તરીકે લઇ જવા ધારેલી હોય તે રકમ અને જે રકમો ડીવીડન્ડ ,બોન્ડ અથવા મંદ વેતન તરીકે માનદ કર્મચારીઓને આપવાની ભલામણ કરે તે રકમો જો હોય તો તે અંગે તેની સમિતિનો રીપોર્ટ જોડવો જોઇશે .સમિતિના રીપોર્ટમાં જે વર્ષ માટે હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય તે વર્ષ દરમિયાન જે કઈ ફેરફારો મંડળીના ધંધાના પ્રકારમાં થયા હોય તે ફેરફારો ની વિગતો આપવી જોઇશે .સમિતિના રીપોર્ટમાં અધ્યક્ષ અથવા સમિતિ વતી સહી કરવાને અધિકૃત કરેલ બીજા સભ્યે શી કરવી જોઇશે .
ઓડીટર નો રીપોર્ટ સ્વીકારવા માટે મુકવો જોઇશે અને પેટા કાયદામાં જણાવવામાં આવે તે પ્રમાણે અને જેની યોગ્ય નોટીસ તમામ સભ્યોને આપવામાં આવી હોય તેવું બીજું કામકાજ ચલાવશે .
સામાન્ય સભા બોલાવવાનું ચુકે તો રજીસ્ટ્રાર ૧ હજાર રૂપિયાનો દંડ કરી શકે છે .અને ૩ વર્ષ સુધી મંડળીના કોઈ પણ હોદ્દા માટે ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ રજીસ્ટ્રાર મૂકી શકે છે.